વિરપુર ગામમાં 10 વર્ષની બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો

  • 5 years ago
છોટાઉદેપુરઃપાવી જેતપુર તાલુકાના વિરપુર ગામે બે દિવસ પહેલા એક બાળકી ઉપર દીપડાએ હુમલો કરી ઇજાગ્રસ્ત કરી દીધી હતી આ આદમખોર દીપડો વન વિભાગની કાર્યવાહીમાં પાંજરે પુરાતા લોકોએ રાહતનો દમ લીધો હતો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં છેલ્લા એક વર્ષમાં દીપડાઓનો આતંક જોવા મળે છે આ એક વર્ષમાં માનવભક્ષી દીપડા માનવ વસાહતમાં ઘૂસીને લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે જેમાં 3 જણના મોત નિપજ્યા છે આ સિલસિલો હજુ યથાવત છે બે દિવસ પહેલા પાવી જેતપુર તાલુકાના વિરપુર ગામે સાંજના સમયે બાળકી રમીલાબેન લઘુશંકા કરવા ગઈ હતી, તે સમયે બાજુના મકાઈના ખેતરમાં છુપાઈને બેઠેલા દીપડાએ 10 વર્ષીય બાળકી રમીલાને ગળાના ભાગેથી પકડીને ઉઠાવીને લાઇ ગયો હતો બાળકીએ બુમાબુમ કરતા તેના પિતા મંગાભાઈ દીપડાની પાછળ દોડ્યા હતા અને બાળકીને દીપડાના મોંઢામાંથી છોડાવી હતી પરંતુ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેને સારવાર માટે વડોદરા રિફર કરવી પડી હતી

Recommended