ભાભીને ઝઘડો જોવા મોકલી 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરી

  • 5 years ago
વડોદરાઃ વાઘોડિયાના મગનપુરા ગામની સીમમાં ગોરજ મુનિ સેવાશ્રમ સંચાલિત નવી બંધાઇ રહેલી એકલવ્ય સ્કૂલના બાંધકામ માટે આવેલા એમપીના શ્રમિક પરિવારની 8 વર્ષની બાળકીને રાત્રીના સમયે ઉઠાવી જઇને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી પોલીસે છોટાઉદેપુરના શ્રમિક આરોપીને ઝડપી લીધો હતો એમપી અને છોટાઉદેપુર-દાહોદના શ્રમિકો વચ્ચે પ્રેમ પ્રકરણના મુદ્દે ઝઘડો થયો, ત્યારે છોટાઉદેપુરના આરોપી શખ્સે ભોગ બનનાર બાળકીની માતાને 'ભાભી તમારા વાળા લડ્યા છે' તેવું કહીને ઝઘડો જોવા માટે મોકલ્યા બાદ બાળકીને ઉઠાવી જઇ 300 મીટર દૂર જઇને તેની પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી હતી

Recommended