Skip to playerSkip to main contentSkip to footer
  • 3/9/2025
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમ જીત સાથે જ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. કેપ્ટન રોહિત શર્માની શાનદાર ઇનિંગના કારણે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે.સમગ્ર દેશમાં ક્રિકેટપ્રેમીઓ રસ્તાઓ પર ઉતરી ભારતીય ટીમની જીતની શાનદાર ઉજવણી કરી રહ્યા છે. દેશના દરેક શહેરોમાં ક્રિકેટપ્રેમીઓ રસ્તાઓ પર ઉચરી આંતશબાજી કરી અને ફટાકડા ફોડી ભવ્ય જીતની ઉજવણી કરી રહ્યા છે.

ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્માની શાનદાર ઇનિંગના કારણે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમ આ સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહી છે. ભારતીય ટીમે પોતાની તમામ મેચમાં જીત મેળવી છે.

Category

🗞
News

Recommended