છોટાઉદેપુર નસવાડીના ડુંગર વિસ્તારમા કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલ્યું છે. નસવાડીના ઉડેટ ગામે ભારે વરસાદ બાદ 200 ફૂટ ઉંચાઈથી કુદરતી વહેતો પાણીનો ધોધ આકર્ષણનું કેન્દ્ર
બન્યો છે. તેમાં ઉડેટ ગામે વહેતા ધોધ પાસે જવાનો રસ્તો ન હોય દૂરથી જોઈ પ્રવાસીઓ આનંદ માણી રહ્યાં છે.